Tuesday, June 15, 2010

આપણે બેજ

ભલે ઝગડીએક્રોધ કરીએએકબીજા પર તૂટી પડીએ
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બેજ હોઈશું.
જે કહેવું હોય  કહીલે, જે કરવું હોય  કરીલે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો,આપણે બેજ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજેતું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવાછેલ્લે તો , આપણે બેજ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,
     ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
ઘુટણ જયારે દુખશેકેડ પણ વળવાનું મુકશે,
    ત્યારે એકબીજાના પગનાં  નખ  કાપવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ ,
  એમ કહીને એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે,
  ત્યારેએકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું..............

Friday, June 11, 2010

Tour to Jungles of Gujarat

This one is really memorable, Tour of Jungles of Guajarat in Dec 2009

Nirav & Dheeya
Posted by Picasa

Friday, May 7, 2010

બરફ જેવી છે આ જીંદગી ...

બરફ જેવી છે આ જીંદગી ... 
જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ....
 
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે ...... અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!

ધુળ જેવી છે જીંદગી આપણી ..... આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી ....

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ..... આખરે તો એ મા - બાપને જ અનુસરશે !!! 

પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે પણ શું કરીએ ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે .
કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!! 
અને છેલ્લે ....
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ....... તે મોત .. 
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ........... તે મોક્ષ !!

બૉસ, આ ગુજરાત છે !

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસઆ ગુજરાત છે ! 
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસઆ ગુજરાત છે !
  
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે અલ્યાઆ ગુજરાત છે ! 
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
  
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યારઆ ગુજરાત છે !
  
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્તઆ ગુજરાત છે !

Monday, April 26, 2010

મુક્તક મજેદાર, સંદેશ જોરદાર.

“કશું ના હોય ત્યારે અભાવ નડે છે,

થોડું હોય ત્યારે ભાવ નડે છે,

જીવન નું એક કડવું સત્ય એ છે કે,

બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ....”

Gujarati Samachar

સમાચાર જગત

Three Laws of Performance Review

Google Book Search

Live Cricket Score

India Cricket Calendar

.