Friday, May 7, 2010

બૉસ, આ ગુજરાત છે !

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસઆ ગુજરાત છે ! 
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસઆ ગુજરાત છે !
  
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે અલ્યાઆ ગુજરાત છે ! 
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
  
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યારઆ ગુજરાત છે !
  
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્તઆ ગુજરાત છે !

No comments:

Gujarati Samachar

સમાચાર જગત

Three Laws of Performance Review

Google Book Search

Live Cricket Score

India Cricket Calendar

.